મોરવા હડફ: મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ ચુથાના મુવાડા ગામે વિના મૂલ્યે કેન્સર સ્ક્રિનિગ કેમ્પ ધારાસભ્યની ઉપસ્થિતિમા યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ચુથાના મુવાડા ખાતે તા.26 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ધિ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આયોજિત વિના મૂલ્યે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પના શુભારંભમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિસ્તારના નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી