સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના ત્રણ રસ્તાઓના રીસર્ફેસિંગ માટે રૂ. ૬.૭૫ કરોડની મંજૂરી,ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર માન્યો
સાવરકુંડલા તાલુકાના ત્રણ મુખ્ય માર્ગોના રીસર્ફેસિંગ કામ માટે રાજ્ય સરકારે રૂ. ૬.૭૫ કરોડની મંજૂરી આપી છે. આ માટે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. રીસર્ફેસિંગની મંજૂરીથી સ્થાનિક નાગરિકોમાં આનંદનો માહોલ છે અને માર્ગ સુવિધાઓ સુધરવાની આશા વ્યક્ત થઈ છે.