મહુવા: નાના જાદરા-ભડીયા વચ્ચે ઇનોવા કારનો ગંભીર અકસ્માત: એકનું ઘટનાસ્થળે મોત
મહુવા તાલુકાના નાના જાદરા અને ભડીયા ગામ વચ્ચે આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ઇનોવા કાર અચાનક અકસ્માતનો ભોગ બનતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સ