વેરાવળમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ, મિશ્ર વાતાવરણ જોવા મળ્યું,સમી સાંજે પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો
Veraval City, Gir Somnath | Oct 6, 2025
હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો.આજે પણ વહેલી સવારથી વેરાવળ સહિત આસપાસના પંથકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.જેના પગલે મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.