શહેરા: શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે શહેરા મતવિસ્તારનો નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો
શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની ખાસ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિત્તે શહેરા મતવિસ્તારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો,જેમાં સૌપ્રથમ વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉપસ્થિત સૌએ વંદે માતરમનું સામુહિક ગાન કર્યું હતું.