ગાંધીધામ: સોનલ બીજ નિમિત્તે અંજારથી ગાંધીધામ સુધી મહારેલી યોજાઈ
આદિપુર સ્થિત "સોનલ ધામ" ખાતે શ્રી ગઢવી (ચારણ) સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજીના 102મા પ્રાગટ્ય પર્વ 'સોનલ બીજ' અને મંદિર પાટોત્સવની ભવ્ય ઉજવણી આવતીકાલે કરવામાં આવશે. આ પર્વના પૂર્વે અંજારથી ગાંધીધામ સુધી એક વિશાળ વાહન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રેલી દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે સોનલ માતાજીના જયઘોષ ગાજ્યા હતા.