હાલોલ: હાલોલમાં આવેલ આઈ શ્રી માઁ મોગલધામ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો, પ્રસિદ્ધ કલાકાર દેવાયત ખાવડ પર રૂપિયાનો વરસાદ
હાલોલમા આવેલ આઈ શ્રી માઁ મોગલધામ ખાતે આજે સોમવારના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં આઈ શ્રી મોગલધામ તરફથી મહાપ્રસાદી યોજાઈ હતી જેમા મોટી સંખ્યામા માઇભક્તોએ મહા પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે યોજાયેલા ભવ્ય લોક દાયરામા લોક સાહિત્ય કલાકાર દેવાયત ખાવડ,અનિતા ગઢવી,સોનલ બારોટ,ઉમેશ ગઢવી,વિજય ગઢવી અને વ્રજેશ બારોટના કંઠે માઇભકતો મોજમા આવી કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો