પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમથી તળાજા તાલુકાના પીંગળી ગામ સુધીનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે, શેત્રુંજી ડેમથી ભૂતિયા લાખાવાડ પિંગળી સહિતના ગામડાઓનો ખૂબ જ મહત્વનો ગણી શકાય તેવા રોડ અતિશય ખરાબ હાલતમાં હોય તેમ જ રોડમાં મોટા ખાડા પડી ગયા હોય વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે આ રોડ તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અને નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે