ગોધરા: ડાંગરીયા ચોકડી ખાતે 'શ્રી ગણેશ ઢાબા'નો શુભારંભ: ધારાસભ્ય નિમિષાબેન સુથારે આપી શુભેચ્છાઓ
આજ રોજ ડાંગરીયા ચોકડી ખાતે પ્રવિણસિંહ પ્રતાપસિંહ બારીઆ દ્વારા સ્થાપિત 'શ્રી ગણેશ ઢાબા' નામની નવીન હોટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નવું સોપાન પ્રવિણસિંહ બારીઆની વ્યવસાયિક યાત્રામાં એક નવો અધ્યાય જોડે છે. આ શુભ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રિબન કાપીને 'શ્રી ગણેશ ઢાબા'ને ખુલ્લું મૂક્યું હતું અને પ્રવિણસિંહ પ્રતાપસિંહ બારીઆને તેમના આ નવા સાહસ બદલ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.