ભેસાણ: જૂનાગઢ જિલ્લામાં ક્યારેય શાળાએ ન ગયેલા અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધેલા ૬ થી ૧૮ વર્ષના શાળા બહારના બાળકોને શોધવાનો સર્વ
શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ ની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જે બાળકો ક્યારેયપણ શાળાએ ગયેલા નથી કે અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે, તેવા બાળકોનું નજીકની શાળામાં વયકક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ થાય તે માટે નિશ્ચિત સમયગાળા માટે સ્પેશિયલ ટ્રેનિંગ મેળવવાનો અધિકાર છે.