તિલકવાડા: તિલકવાડા ખાતે નવરાત્રીના ત્રીજા નોરતે ગરબા ખેલૈયાઓએ ગરબા ની રમઝટ જમાવી
હાલ ગરબા મહોત્સવ ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે દર વર્ષની પરંપરા ને જાળવી રાખી આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગરબા મહોત્સવના ત્રીજા નોરતે ગરબા ખેલૈયાઓએ ગરબા ની રમઝટ જમાવી હતી નાના બાળકો યુવાનો વડીલો અને મહિલાઓ મોડે સુધી ગરબા રમી મા દુર્ગાની આરાધના કરી હતી.