પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીનું આંકલન કરવા માટે 116 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વે જિલ્લાના 592 ગામોમાં કરવામાં આવશે. શરૂઆતમાં 45 ટીમો કાર્યરત કરવામાં આવી હતી. જેને વધારીને 116 ટીમો કરવામાં આવી છે. 7 દિવસ માં સર્વે કરીને સરકારને નુકસાનીનો રિપોર્ટ આપ્યા બાદ સહાય જાહેર કરવામાં આવશે.