ગોધરા: ગોધરા પોકસો કોર્ટનો કડક ચુકાદો : સગીરાનું અપહરણ કરી યૌન શોષણ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ.
ગોધરા સ્પેશિયલ પોકસો કોર્ટએ બેટીયા ગામના સુરેશભાઈ ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભાઈ ડાભીને સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરવાના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૩૦,૦૦૦ દંડની સજા ફરમાવી છે. દંડ નહીં ભરે તો વધારાની ૬ માસની કેદ થશે. આરોપીએ સગીરાને ફોસલાવી પત્ની તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી યૌન શોષણ કર્યું હતું. પીડિતાના વાલીએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સરકારી વકીલ અને પોલીસની મજબૂત દલીલો અને પુરાવાના આધારે કોર્ટે ચુ