દિયોદર: દિયોદર માં બિન અધિકૃત ફટાકડા વેચાણ સંગ્રહ કરતા લોકોની તપાસ કરવા મામલતદાર દિયોદરે પોલીસને આદેશ કર્યો
ટુક સમય અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે ફટાકડા ફેકટરી બ્લાસ્ટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે દિવાળી ના તહેવાર માં દિયોદર તાલુકામાં ફટકડા વેચાણ નું કોઈ લાઈસંશ ઇસ્યુ થયું નથી તેમ છતાં દિયોદર શહેરમાં બિન અધિકૃત રીતે ઠેરઠેર ફટાકડા નું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલો મામલતદાર દિયોદર ને ધ્યાને આવતા આજે મામલતદાર દિયોદર એ પોલીસને લેખિતમાં આદેશ કર્યો હતો કે બીનાધિકૃત ફટાકડા વેચાણ બંધ કરાવે અને બીનાધિકૃત ફટાકડા નું વેચાણ કરતા લોકો સામે પગલાં લે