મેઘરજ: પંચાલ રોડ ચોકડી પાસે થી કાર માં ભરી ને લવાતો સાડા ત્રણ લાખ ઉપરાંત ના અંગ્રેજી દારૂ સાથે ઈસમ ઝડપાયો
અંગ્રેજી દારૂ પકડાવાનું વધુ એક કારનામું મેઘરજ પોલીસે કરી બતાવ્યું.બાતમી આધારે મેઘરજ પોલીસ સ્ટેશન ના પીઆઇ એમ એચ ઝાલા અને તેમની ટીમે ગ્રીનપાર્ક ચોકડી પંચાલ રોડ પર વોચ ગોઠવી.બાતમી મુજબની એક સ્વીફ્ટ કાર આવતા પોલીસે કાર ને અટકાવી તલાસી લીધી.તલાસી દરમિયાન કારમાં થી રૂપિયા 3,66, 440/- ની કિંમત ની 998 બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો