મહેમદાવાદ: દીનબેદારી,શનાયા ફાઉન્ડેશન,કેપી ગ્રુપ ઓફ ગુજરાત તૅમજ કાશીબા હોસ્પીટલના સહયોગ થી ખાત્રજ દરવાજા પાસે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ
ખાત્રજ દરવાજા શૌક્ત મહોલ્લા પાસે નિઃશુલ્ક મેડિકલ તૅમજ આઈ ચેક-અપ નિદાન કેમ્પ યોજાયો. જેમાં દીન બેદારી મુહીમ ગ્રુપ, શનાયા ફાઉન્ડેશન ના સભ્યો અને પ્રમુખ મુખ્તયાર (બાવા)તથા કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તૅમજ કાશીબા હોસ્પીટલના સહયોગથી યોજાયો નિઃશુલ્ક મેડીકલ કેમ્પ. જેમાં હેલ્થ ચેકઅપ, પલ્સ, ઓકસીજન, ડાયાબીટીશ, બ્લડ પ્રેસર જેવા રોગોના જનરલ ચેકઅપ સાથે આખોની તપાસ કરી રાહત દરે ચશ્મા વિતરણ કરાયા હતા.કેમ્પ બદલ સ્થાનિકોએ સૌનો આભાર વ્યક્ત કર્યોં.