પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આવેલી કુમાર શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં પીએમ પોષણ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું,આ સ્પર્ધામાં તાલુકાની અલગ અલગ શાળામાં ફરજ બજાવતી ૧૨ જેટલી મધ્યાહન ભોજન સંચાલિકાઓએ ભાગ લીધો હતો,જેમાં તેઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.