પાલીતાણા નગરપાલિકાના વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં યોજાનારી પૂજ્ય મોરારી બાપુની શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન ભક્તોની સુરક્ષા સુવિધા માટે નગરપાલિકાને રજૂઆત કરી છે. તેમણે કથા સ્થળ તરફ આવતા-જતા પાલીતાણા બાયપાસ રોડ પર બંધ હાલતમાં આવેલી સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ચાલુ કરવા તથા નવી લાઇટની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.