સીંગવડ: લીમખેડા અને સિંગવડ તાલુકામાં આપ દ્વારા મત રક્ષક બનાવવા માટે BLA-2 મિટિંગનું આયોજન કરાયું
Singvad, Dahod | Nov 8, 2025 આજે તારીખ 08/11/2025 શનિવારના રોજ બપોરે 3 કલાકે સુધીમાં લીમખેડા વિધાનસભા બેઠક નંબર 131 અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા મત રક્ષક બનાવવા માટે BLA-2 મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.લીમખેડા અને સિંગવડ મુકામે યોજાયેલી આ મિટિંગમાં રઈ, ચૈડિયા, ચિલાગોટા, દુધિયા, બાંડીબાર, વાલાગોટા, સુડિયા અને મેથાણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.મિટિંગ દરમિયાન દરેક બુથ પર BLA-2 ની નિમણૂક પૂર્ણ કરવામાં આવી અને આવનારી ચૂંટણી માટેની તૈયારીનો આરંભ કરાયું.