જામનગર શંકરટેકરીમાં રહેતા દિપક પીઠાભાઈ ચાવડાનું એકસેસ નં. જીજે૧૦ડીપી-૭૨૯૨ તેમની દુકાનની બહાર પાર્ક કર્યુ હતુ ત્યાથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ જતા સીટી-સીમાં ફરીયાદ કરવામાં આવી છે.જયારે બર્ધન ચોક મણીયાર શેરી ખુણા પાસે રહેતા યુસુફ અબ્દુલસતારભાઇ મુલ્લાનું બર્ગમેન મોટરસાયકલ નં. જીજે૧૦ડીએચ-૦૦૨૧ સમયગાળામાં ઘરની બહાર પાર્ક કરેલ હોય ત્યાથી કોઈ ચોરી કરી ગયુ હતું જેથી ગઇકાલે તેમણે સીટી-એમાં ફરીયાદ કરી હતી.