ભરૂચ: ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઐતિહાસિક મેળા નો આજથી પ્રારંભ થયો
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે દર વર્ષે કારતકી અગિયારસથી એટલે કે આજથી 9 નવેમ્બર દરમિયાન મેળો યોજાનાર હોવાથી શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.પંચાયત તરફથી મેળા માટે કુલ 800 જેટલા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે,જેમાં તંબુ, ખાણીપીણી તથા સ્ટોલ લગાવવા માટે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.સાથે જ લાઈટ અને પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.