રાણાવાવ: અણીયારી ગામે રહેણાંક મકાનમાં રૂપિયા 4.37 લાખના સોનાના દાગીનાની ચોરી
રાણાવાવ તાલુકાના અણિયારી ગામે રહેયા હરજીભાઈ નારણભાઈ ટુકડીયા નામના ખેડૂતના મકાનમાં અજાણ્યા ચોર દ્વારા મકાનનું તાળું તોડી ઘરમાં રહેલ કબાટમાંથી સોનાની કંડી,ગળાનો ચેઇન,પેન્ડલ સહિત 6.25 ગ્રામના સોનાના દાગીના રૂપિયા 4.37 લાખની કિંમતના ચોરી થયા હતા.આ ઘટના બાદ રાણાવાવ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી