ચાણસ્મા: વડાવલી ગામે રાવળ સમાજના એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ
ચાણસ્માના વડાવલી ગામમાં રાવળ સમાજના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. માતા-પિતા તેમજ પુત્ર અને પુત્ર વધુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી ધાક ધમકી મળતા કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું અનુમાન લગાવાયું છે.તમામને સારવાર માટે ચાણસ્મા લવાયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર લઈ જવાયા છે. બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી.