ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતા તેમના પરિવારજનો દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે તે સમયે આ મામલે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પરંતુ, યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી