આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ સાંજે 4 કલાકે સુધીમાં ઝાલોદ જય દશામા વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, રમતગમતની ભાવના અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વિકસે તે હેતુસર પતંગઉત્સવ તેમજ ક્રિકેટ રમતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.પતંગઉત્સવ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો ઉડાવી આનંદપૂર્વક ઉત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે શિક્ષકમિત્રોએ પતંગઉત્સવનું મહત્વ સમજાવ્યું.