ઢાંકણીવાડ ખાતે ઇમામહુસેનની યાદમાં ઝરી એવા તાજીયા સાથે ભવ્ય ઝૂલુસ કાઢવામાં આવ્યું હતું. નવમાં ચાંદે ઇમામહુસેન શહીદ થયા હતા અને દસમા ચાંદે તેઓની દફનવિધિ થઇ હતી. જેને લઈને મહોરમમાં તાજીયા રમી માતમ મનાવી ઇમામહુસેનની યાદમાં તાજીયાના ઝૂલુસ કાઢી તેને નદી કિનારે ઠંડા કરવામાં આવે છે. ત્યારે આજની રાત કતલની રાત કહેવાતા તાજીયા રમી, ઝૂલુસ કાઢી ઠંડા કરી આખી રાત જાગી નમાજ અદા કરી નમાજ અદા કરી ઈબાદત કરે છે. ઝૂલુસમાં પી.આઈ.શ્રીનું સ્વાગત કરાયું હતું.