નડિયાદ મહાનગર પાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા 7 દુકાનો સીલ.નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાને લઈ મિલકત ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 7 દુકાનો સીલ કરવામાં આવી હતી.શનિવારે એટલે કે સતત બીજા દિવસે પણ 7 દુકાનો 1.80 લાખનો વેરો ન ભરવાને લઈ સીલ કરવામાં આવી હતી. આ સાથે 3 દુકાનદારો પાસે થી 38 હજાર થી વધુનો વેરો વસૂલ કરાયો હતો.