વર્ષ 2023 માં સચિન પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્પ્રેરણા કેસમાં વચગાળા ના જામીન મેળવી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી ભાઉસાહેબ ઉર્ફે ભાવેશ પટેલ ની સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આવેલ દગડી સબગાંવ થી ઝડપી પાડ્યો છે.પત્નીને સંતાન થતું ન હોવાથી અને પીએફ ના ખાતામાંથી રૂપિયા ઉપાડવા વારંવાર માનસિક ત્રાસ આપતા ગળેફાંસો ખાઇ પત્નીએ જીવન ટૂંકાવ્યું હતું.આરોપી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે જેલવાસ હેઠળ હતો.વર્ષ 2024 માં પેરોલ પર બહાર આવ્યો હતો.