વલ્લભીપુર: આણંદ પર વિરડી નજીક અજાણા યુવકની લાશ મળી
ગત તારીખ 26/09/2025 ના રાત્રીના 12 કલાકે વલભીપુર તાલુકાના આણંદ પર વિરડી રોડ પર એક અજાણા પુરુષની લાશ મળી હતી ગામ લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ડેડબોડીનો કબજો લઈ વલભીપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા અજાણા યુવકને ઓળખ અંગે જાણતા લોકોને પોલીસ સ્ટેશન જાણ કરવા જણાવવામાં આવ્યું હતું .