જોળવા ગામના બંસી પાર્ક વિસ્તારમાં આવેલી રાજ પેલેસ બિલ્ડિંગમાં તસ્કરોએ ચાર મકાનોમાં ચોરી કરી હતી. રાજ પેલેસના મકાન નંબર 10, 205, 305 અને 401 માં ઘરફોડ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, નીલકંઠ પેલેસના મકાન નંબર B-105 સહિત કુલ પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. બંસી પાર્ક વિસ્તારમાં આવેલી નીલકંઠ પેલેસમાં પણ બે મકાનોમાં ચોરીની ઘટના નોંધાઈ છે. સમગ્ર ઘરફોડ ચોરી દરમિયાન એક યુવક સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.