ગાંધીધામ: મનપા દ્વારા ગાંધીધામમાં Ward 12a, વિસ્તારમાં જાહેરમાં કચરો નાખવા બદલ કેટરર્સને 10 હજારનો દંડ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ ઓફિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવા બદલ રજવાડી કેટરર્સને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોશીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પરેશ શ્રીમાળી અને મેહુલ જેઠવાએ સ્થળ પર જઈ આ દંડની વસૂલાત કરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા તત્વો સામે મહાપાલિકાની આ કાર્યવાહીથી અન્યોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.