કડી: મહેસાણા અમદાવાદ હાઈવે પર રાજપુર પાટિયા પાસે સ્કોડા કંપની સામે મૂળ નેપાળના મજુરનું ગાડી ની ટક્કરે કરુણ મોત નિપજ્યું
Kadi, Mahesana | Nov 17, 2025 16 નવેમ્બરના દિવસે સાંજના 3:15 કલાકે મૂળ નેપાળના અને કામની શોધમાં તેમના સાળા પાસે આવેલ કમલ છોટન ઢપાલી નું રોડ ક્રોસ કરતા ફોરવીલ ગાડી ની ટક્કરે કરુણ મોત નિપજ્યું હતું.વિગતે વાત કરવામાં આવે તો કડીના રાજપુર ગામે ભમ્મરીયાપુરામાં ભાડે રહેતા સિરાજઅહમદ છોટે અહમદ હાસમી જેઓ મૂળ રહે ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ રાજપુર પાસે આવેલ સ્કોડા કંપનીમાં નોકરી કરેછે.એમની બહેન ના લગ્ન નેપાળના કમલ ઢપાલી સાથે થયેલા હતા.તેમના બનેવી કામની શોધમાં ગુજરાત આવ્યા હતાં.