ગાંધીધામ: મનપામાં નલ સે જલ સહિતની વિવિધ યોજનાનો કમિશનર દ્વારા રિવ્યુ
ગાંધીધામ મહાનગરપાલિકાનાં કમિશનર દ્વારા સંબંધિત એજન્સીઓ સાથે બેઠક યોજીને વિવિધ યોજનાઓની પ્રગતિની માહિતી મેળવી સૂચનાઓ આપી હતી. સૂત્રોના દાવા મુજબ આ બેઠકમાં થયેલ કામગીરી અને અન્ય યોજનાની કામગીરી ઉપરાંત અન્ય તબક્કામાં થનાર કામો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કિંમશનરે સૂચનાઓ પણ આપી હતી. આ બેઠકમાં નાયબ કમિશનર સંજય રામાનુજ, જી.યુ.ડી.સી.ના અધિકારીઓ ઉપરાંત એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.