પુણા: ડિંડોલીમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના માં થ્રી વ્હીલ ટેમ્પો ચાલકની પોલીસે કરી ધરપકડ,ઓટો રિક્ષા ચાલકનું થયું હતું મોત
Puna, Surat | Oct 12, 2025 ડિંડોલીમાં આઠ ઓક્ટોબરે મળસ્કે ના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી.જે ઘટના માં મનજીત જિતેન્દ્ર સિંઘ નું મોત નીપજ્યું હતું.ઘટના અંગે ડીંડોલી પોલીસે કરડવા રોડ અને તેની આસપાસ લાગેલા 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.જે સીસીટીવી ફુટેજમાં આધારે થ્રી વ્હીલ ટેમ્પોની ઓળખ થઈ હતી.ટેમ્પો ન રજીસ્ટ્રેશનના આધારે પોલીસે ચાલક સુધી પોહચી હતી.જે ચાલક અજય સોપારકર ની ડીંડોલી પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં ટેમ્પોની અડફટે ચાલકનું મોત થયું હોવાની કબુલાત કરી.