શહેરા: પીડીસી બેંકના ડિરેક્ટર સંજયભાઈ બારીયા એ પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
નાફેડના ચેરમેન,ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીમાં સતત પાંચમી વખત ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંક લિમિટેડ એટલે પીડીસી બેંકના ડિરેક્ટર સંજયભાઈ બારીયા એ પંચમહાલ ડેરી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી,જ્યાં તેમણે જેઠાભાઈ ભરવાડને સતત પાંચમી વખત પંચમહાલ ડેરીમાં ચેરમેન પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.