મહુવા: ઉગલવાણ ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામમાં જાહેર સ્થળે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને મોટા ખુટવડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 3,300 અને ગંજીપત્તાના 52 પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. 23 જૂન 2026ની મધરાત્રિ દરમિયાન મોટા ખુટવડા પોલીસ સ્ટેશનના એ. હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ ઓઘડભાઈ ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં આણંદભાઈ કાળુભા