પુણા: નવરાત્રી દરમ્યાન ગુજરાતની અસ્મિતાને ઠેંસ પહોંચે તે કોઈ પણ પ્રકારે ચલાવી નહી લેવામાં આવે,ગરબા આયોજકોને ચીમકી,સાંભળો
Puna, Surat | Sep 22, 2025 રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીને લઈ સોમવારે સાંજે પાંચ કલાકે પારલે પોઇન્ટ સ્થિત માતાના દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું.ગરબા આયોજકોને ચેતવણી આપતા જણાવ્યું કે,નવરાત્રી દરમ્યાન ગુજરાતની અસ્મિતાને ઠેંસ પહોંચે તે કોઈ પણ પ્રકારે ચલાવી નહી લેવામાં આવે.ગરબા આયોજકોએ માઈ ભક્તો માટે પૂરતી વ્યવસ્થાઓ કરવાની રહેશે.નિયમબદ્ધ રીતે જ ગરબાના આયોજનો કરવાના રહેશે.માં અંબાની આરાધના ને ઠેંસ પહોંચે તેવા કોઈ ગીત વગાડવા નહીં.