વિશ્વ શાંતિ અર્પે ઇસ્કોન મંદિર ખાતે હરિ નામ સકીર્તન યોજાયું
Bhavnagar City, Bhavnagar | Mar 30, 2026
ભાવનગરના લીલા સર્કલ પાસે ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઈસ્કોન મંદિર ખાતે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ અને કલ્યાણ માટે હરિનામ સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન)ના વિશ્વભરના 100 મંદિરો સાથે સંકલિત આ કાર્યક્રમમાં ભાવનગરમાં આશરે 1000 ભક્તોએ ભેગા મળી “હરે રામ હરે કૃષ્ણ” ના ગુંજતા કીર્તનો દ્વારા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.