21 ઓક્ટોબરના રોજ દેશમાં શહીદ થયેલા પોલીસ જવાનોના માનમાં પોલીસ શહીદ દિન (સંભારણા દિન)ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે, પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગાંધીધામના શિણાય ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વીરગતિ પામેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર, મુકેશ ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.