મોરવા હડફ: મોરવા હડફના મોરા જિલ્લા પંચાયત સીટ સમાવિષ્ટ APMC મોરા ખાતે સ્નેહ સંમેલન કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો
નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મોરવા હડફ દ્વારા મોરા જિલ્લા પંચાયત સીટ સમાવિષ્ટ APMC મોરા મુકામે આજે રવિવારના રોજ સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને પંચમહાલ ભાજપા પ્રમુખ મયંકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત 'હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી'ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા ધારાસભ્ય નિમિષાબેન સુથારે આગ્રહ કર્યો હતો