ગોધરા શહેરના ઝકરિયા ઉર્દુ સ્કૂલની સામે આવેલા ફિરદોસ ફારુક ગરીબાના રહેણાંક મકાનમાં 28 નવેમ્બરે અજાણ્યા તસ્કરોએ ઘરફોડ ચોરી કરી. તસ્કરોએ તિજોરીનું લોક તોડી સોનાની બુટ્ટી, ચાંદીની ચાર બંગડીઓ, સોનાની કડીઓ અને વેલ્ડિંગ કામ માટે મળેલા રૂ. 90 હજાર સહિત કુલ રૂ. 1,13,000નો માલ ચોરી કર્યો. ફરિયાદ બાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોરો સામે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.