લીંબડી: અંકેવાળિયા ગામે અગાઉ ના ઝઘડાનું મનદુખ રાખી યુવાન પર ધોકા વડે હુમલો કરી માર માર્યા ની ફરિયાદ નોંધાઇ
અંકેવાળિયા ગામે રહેતા હર્ષદ ગણપતભાઇ રાઠોડે પોલીસ ફરિયાદ માં જણાવ્યુ છે કે તેમના ગામે ધમાભાઇ ભોપાભાઇ વાલેરા સાથે તેમને શેરીમાં ગલુડિયાને દુધ પીવડાવવા જેવી બાબતે 15 દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી જેનુ સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ એ વાતનુ મનદુખ રાખી હર્ષદભાઈ બજાર માંથી મોટરસાયકલ લઇ નીકળ્યા ત્યારે બજાર માં ધમાભાઇ એ અગાઉ ઊના ઝઘડાનું મનદુખ રાખી ધોકા વડે હુમલો બાઇક પરથી પાડી દઇ હુમલો કરતા ઇજાઓ પહોંચતા સારવાર ખસેડાયા હતા.