વીરપુર: મહેમુદપુરા થી ડેભારી તરફ જતા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાય થયું બાઈક સવારને ઈજા પહોંચી
મહીસાગર જિલ્લાના વિરપુર મહેમુદપુરા થી ડેભારી તરફ જતા માર્ગ ઉપર આજે વૃક્ષ ધરાશાય ગયું હતું અચાનક જ વૃક્ષ ધરાશાય થતા પસાર થઈ રહેલ બાઇક સવારને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે માર્ગની બાજુમાં આવેલું વૃક્ષ એકાએક માર્ગ ઉપર પડતા વાહન ચાલકો પણ અટવાયા હતા