ભાભર: ભાભર,સુઇગામ,વાવ અને થરાદ પુરગ્રસ્ત વિસ્તારોમા તંત્ર દ્વારા તાત્કાલિક રાહત તેમજ પુનઃસ્થાપન મુદે કલેક્ટરએ મીડિયામાં માહિતી
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ, સેવાભાવી સંસ્થાઓ તેમજ સામાજિક સંગઠનોના સંકલનથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત, આવશ્યક સેવાઓની પુનઃસ્થાપના અને સર્વે કાર્ય ગતિશીલ રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય પરિસ્થિતિ વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે મુદે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા મીડિયામાં માહિતી આપી હતી