લાઠી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ લાઠી પોલીસની પ્રશંસનીય કામગીરી — ગુમ થયેલ મોબાઇલ શોધી માલિકને પરત
Lathi, Amreli | Nov 2, 2025 લાઠી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. અરજદાર શ્રી જયેશભાઈ બાલુભાઈ શેખડાનો રૂ. 20,000/- કિંમતનો સેમસંગ મોબાઇલ ફોન લાઠીથી ચાવંડ વચ્ચે ગુમ થયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેક્નિકલ સોર્સની મદદથી મોબાઇલ શોધી કાઢ્યો અને મુળ માલિકને પરત સોંપ્યો.