મોરબી: મોરબીમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ દ્વારા હિંગળાજ-આશાપુરા માતાજી મંદિરે અન્નકૂટ દર્શન યોજાયું...
Morvi, Morbi | Oct 21, 2025 મોરબી શહેરના દરબારગઢ નજીક ખત્રીવાડ શેરી નં. 3 પાસે આવેલા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજી અને આશાપુરા માતાજીના મંદિરે દિવાળીના પર્વ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીને અન્નકૂટ ધરાવ્યો હતો. બાદ સમસ્ત જ્ઞાતિજનોએ સાથે મળીને માતાજીની મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો અને ભક્તિમય વાતાવરણમાં ધાર્મિક પર્વની ઉજવણી કરી હતી.