ગોધરા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય ગણાતા બસ સ્ટેન્ડ રોડ, ભુરાવાવ વિસ્તાર તેમજ પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જે દુકાનદારો પોત