પુણા: જૂનાગઢ કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ લેન્ડ ગ્રેબિંગ ના ગુન્હામાં ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
Puna, Surat | Oct 30, 2025 ગુરુવારે સુરત ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ લેન્ડ ગ્રેબિંગ ના ગુન્હામાં ફરાર આરોપી હેતલ ઠુમ્મર ની ધરપકડ કરી છે.કેશોદમાં આવેલ ઉન્નતિ પેલેસ ના ફ્લેટ હેતલ ઠુમ્મર ના નામે હતો.જે ફ્લેટ તેણે રામિબેન નંદાનીયા ને રૂ.દસ લાખમાં વેચાણ અર્થે આપી દસ્તાવેજ કરી આપી કબજો સોંપ્યો હતો.પરંતુ બાદમાં ફરી કોઈ બહાના હેઠળ ફ્લેટની ચાવી લઈ કબજો જમાવી દીધો હતો.જેનો સાટાખત બનાવી અન્યને વેચવાનો પ્રયાસ કર્યો હતો.જે ગુન્હામાં આરોપી ફરાર હતો.