સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈ વિવાદ મામલે.યુવાન પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાએ નિવેદન આપ્યું છે.તેઓએ જણાવ્યુ કે,હાલ જે ઘટના સામે આવી છે, તેમાં પાટીદાર યુવતીએ પોતાની સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે.માતા પિતા દીકરી માટે ચિંતામાં છે.17 ડિસેમ્બરે પિતાએ કાપોદ્રામાં ગુમ થવાની ફરિયાદ આપી છે અને દીકરી એ માતા પિતા સાથે વાત પણ નથી કરતી.સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી જવાબ અપાય છે પરંતુ માતા પિતા સાથે વાત કરી શકતા નથી.