લખપત તાલુકાના માતાના મઢમાં કંપનીના મેનેજર સહિત બે શખસોએ યુવાન પર હુમલો કરીને ધમકી આપી હતી. બીજી તરફ ૪ આરોપીઓએ માર માર્યો હતો. જે અંગે દયાપર પોલીસ સ્ટેશનમાં બંન્ને પક્ષે ૬ આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. દયાપર પોલીસ સ્ટેશનમાં વિનોદ નાગદાની ફરિયાદ અનુસાર, તેઓ ડ્રાઈવર મહાવીરસિંહ ચૌહાણ સાથે માતાના મઢ હતા ત્યારે આશાપરના આરોપી મહાવીરસિંહ બાવુભા સોઢા, ગિરીરાજસિંહ બાવુભા સોઢા, અલજી સુતાજી સોઢા તથા ભુપતસિંહ સુરતાજી સોઢાએ આવીને કંપનીના વાહનોનું વેન્ડરશીપ આપ